User:Sushant savla/sandbox/સાત પગલા આકાશમાં

Sushant savla/sandbox/સાત પગલા આકાશમાં

હિમાલયનો પ્રવાસકાકાસાહેબ કાલેલકર લિખિત ૧૯૨૪ માં પ્રકશિત થયેલ એક ગુજરાતી પ્રવાસગ્રંથ છે. આ પુસ્તકને ગુજરાતી ભાષાના ઉત્તમ ગ્રંથોમાંનો એક ગણવામાં આવે છે. [1]


પૃષ્ઠભૂમિ edit

પ્રવાસ વર્ણન સાથે આ પુસ્ત્ક લેખકની આંતરયાત્રાનું પણ પ્રતિબિંબ છે. આ પ્રવાસ બે સંતાનોના પિતા એવા કાકાસાહેબના સંસાર ત્યાગ કરવાના સંકલ્પને અમલી બનાવવાના ઉપક્રમ સ્વરૂપે હતો.[1] કાકા સાહેબે ઈ.સ.૧૯૧૨ માં અનંતબુવા મરઢેકર અને સ્વામી આનંદની સાથે હિમાલયનો પગપાળા પ્રવાસ કર્યો હતો. દરરોજ વીસ-ત્રીસ માઈલની પદયાત્રા કરીને તેઓએ કુલ પચ્ચીસો માઈલનો આ પ્રવાસ ચાળીસ દિવસમાં પૂર્ણ કર્યો. તેના સાત વર્ષ બાદ કાકાસાહેબે ઈ.સ.૧૯૧૯ માં પ્રવાસ-વર્ણન લેખમાળા સ્વરૂપે લખવાનો આરંભ કર્યો. શરૂઆતમાં આશ્રમના સાથીઓ અને વિદ્યાર્થીઓ સારુ સાબરમતી આશ્રમના હસ્તલિખિત માસિક માટે આ લેખમાળા લખાઈ હતી. ૧૯૨૪માં આ પુસ્તક નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પુસ્તક પ્રકાશિત થયું. કાકા કાલેલકરે આ પુસ્તક યાત્રામાં તેમના સાથી બ્રહ્મચારી અનંતબુવા મરઢેકરને અર્પણ કર્યું છે.[2]

આ પુસ્તક ગુજરાતીમાં પ્રચલિત થયેલા અમુખ નોંધપાત્ર અવતરણો ધરાવે છે જેમ કે : “પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ.” (પૃ. ૧૨) ; “મંદિરની મૂર્તિનાં દર્શન કરતાં શિખરનાં દર્શનનો ઉમળકો વિશેષ હોય છે.” (પૃ. ૧૬૧)[2]

વિષય વસ્તુ edit

‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકમાં ત્રિસ્થળી યાત્રાનાં તીર્થો પ્રયાગરાજ, વારાણસી, ગયા અને ચાર ધામ યાત્રાનાં તીર્થો બદરીધામ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી, અયોધ્યા અને બોધિગયા, બેલુડ મઠ અને રામકૃષ્ણ સેવાશ્રમ અં ગંગાદ્વાર અને ઋષીકેશ, દેવપ્રયાગ અને ઉત્તરકાશી, આલમોડા અને ભીમતાલ, ટેહરી અને પદમબોરી, રાણાગામ અને ભોટચટ્ટી જેવાં પ્રાકૃતિક-સાંસ્કૃતિક-ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો અંગે પણ જુદાં પ્રકરણો લખ્યાં છે.[2]


આ પુસ્તકમાં પર્યટન સ્થળો, પ્રકૃતિ-સૌંદર્યો, મઠો, મંદિરો, પાઠશાળાઓ, ધર્મશાળાઓ, વૃક્ષો, વાદળો, પુષ્પો, પહાડો, ઝરણાં, તારલા, સરોવર, આકાશ, પથ્થર, બરફ વિષે રોચક વાતો લખી છે. પ્રવાસ દરમ્યના તેમણૅ સાધુઓ-સંન્યાસીઓ, ઋષિ મુનિઓ-નાગા બાવાઓ, વેપારીઓ-પ્રવાસીઓ, ખેડૂતો-મજૂરો સાથે વાર્તાલાપ કર્યા છે. ખાખીબાવા, સોમબારગિરિ બાવા જેવા સિદ્ધયોગીઓથી માંડીને બાદરુ અને કૈરાસિંગ જેવા સામાનધારકો વિશે આ પુસ્તકમાં ઉલ્લેખ છે. સ્થળનો મહિમા દર્શાવતી પુરાણ કથાઓ, શબ્દવ્યુત્પત્તિ તેમજ સ્થાનિક રીત-રિવાજ પણ તેમણે આમાં લખી છે. સમગ્ર પુસ્તક ગુજરાતી શબ્દભંડોળ, મરાઠી પંક્તિઓ, સંસ્કૃત શ્લોકો, અંગેજી કવિતાઓથી ભરેલું છે.[2]

બધું મળીને પુસ્તકમાં ૪૫ પ્રકરણો છે. પ્રથમ પ્રકરણમાં હરિદ્વારથી શરૂ થતી આ યાત્રા આગળ વધે છે. હિમાલય પર્વતનું પ્રમૌખ વર્ણન "નગાધિરાજ" નામના પ્રકરણમાં આવે છે. <ref name="GVK">


સંદર્ભ edit

  1. ^ a b ઠક્કર, ધીરુભાઈ (2009). ગુજરાતી વિશ્વકોશ. ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. pp. 339–340.
  2. ^ a b c d "હિમાલયનો પ્રવાસ - Book Summary". Gujaratilexicon. Retrieved 2021-01-24.

શ્રેણી:ગુજરાતી સાહિત્ય